સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ
અમરોલી કોસાડ આવાસ ખાતે નજીવી બાબતે બબાલમાં હત્યા
પિતા પુત્ર પર કરાયેલા જીવલેણ હુમલામાં પુત્રનુ મોત નિપજ્યુ

સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અમરોલી કોસાડ આવાસ ખાતે નજીવી બાબતે થયેલા ઝઘડામાં પિતા પુત્ર પર કરાયેલા જીવલેણ હુમલામાં પુત્રનુ મોત નિપજ્યુ હતું.

સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. ત્યારે સુરત શહેરના અમરોલીમાં આવેલ કોસાડ આવાસ વિસ્તારના એચ-૧ બ્લોકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં નજીવી બાબતને લઈ થયેલા ઝઘડાએ ખૂની રૂપ ધારણ કર્યું હતું. ચારથી પાંચ જેટલા અસામાજિક તત્વોએ ઝઘડામાં પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પુત્રને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જો કે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું છે, જ્યારે પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતાં જ્યાં હાલ તેઓની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બનાવની જાણ તતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા પ્રાથમિક તપાસમાં પાડોશીઓ સાથે થયેલા ઝઘડામાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાને અંજામ અપાયો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *