પાડલીયામાં આદિવાસીઓ પર અત્યાચાર મામલે મુખ્યમંત્રીને રજૂઆત.
વિપક્ષ નેતા ડૉ. તુષાર ચૌધરીની આગેવાનીમાં 4 કોંગ્રેસ સભ્યો પહોંચ્યા.
તુષાર ચૌધરીએ કહ્યું વન વિભાગને મારવાની સત્તા કોણે આપી ?
અંબાજીના પાડલીયા ગામે પોલીસ પર થયેલ હુમલા બાદ પોલીસ દ્વારા પાડલીયા ગામે ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના આગેવાનએ પોલીસ ઉપર આક્ષેપ લગાવ્યા હતા, ત્યારે વિપક્ષ નેતા ડૉ. તુષાર ચૌધરીની આગેવાનીમાં 4 કોંગ્રેસ સભ્યો મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા.
અંબાજીના પાડલીયા ગામે પોલીસ પર થયેલ હુમલા બાદ આદિવાસી આગેવાન શંકર ભાઈ માણસાએ જણાવ્યું હતું કે પોલીસે લાઠીચાર્જ કર્યો તેના બાદ પોલીસ ઉપર હુમલો થયો છે. 500 આદિવાસી સમાજના લોકો ઉપર ફરિયાદ થઈ છે. પણ 200 થી વધુ લોકો હાજર હોવાનું જણાવ્યું હતું. પાડલીયામાં પંચનામામાં માત્ર પોલીસે પોતાના નુકસાનનું જ લખ્યું છે અમારૂ નુકસાન નહી. પોલીસ ઘાયલ થઈ છે તો અમારા માણસો પણ ઘાયલ થયા છે. ત્યારે આદિવાસીઓના હકની લડાઈ માટે આજે કોંગ્રેસ આગળ આવી છે અને વિપક્ષ નેતા ડૉ. તુષાર ચૌધરીની આગેવાનીમાં 4 કોંગ્રેસ સભ્યો CM કાર્યાલય પહોંચ્યા હતા અને સરકારને આડે હાથ લેતા તુષાર ચૌધરીએ કહ્યું “વન વિભાગને મારવાની સત્તા કોણે આપી ?
અંબાજીના પાડલિયામાં હુમલાની ઘટનામાં પોલીસ અને સ્થાનિકો એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. જ્યારે DySP પણ આ અંગે બોલ્યા છે. બન્ને એકબીજા સામે આંગળી ચીંધી રહ્યાં છે. આદિવાસી આગેવાન શંકરભાઈએ કહ્યું કે, ગ્રામસભામાં ગામના આગેવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ગામ લોકોએ પથ્થરમારો કર્યો. જ્યારે DySP કહી રહ્યાં છે કે, 500 લોકોના ટોળાએ ફોરેસ્ટ અને પોલીસકર્મીઓને ઘેરી હુમલો કર્યો. જેમાં 47 પોલીસવાળા ઈજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે, અંબાજીથી 12 કિલોમીટર દૂર આવેલા પાડલીયા ગામના સર્વે નંબર 9માં વન વિભાગ દ્વારા લાંબા સમયથી વિવાદિત જગ્યા પર નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલુ હતી.ત્યારે આદિવાસી સમાજના લોકોએ હુમલાની ઘટના બની હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
