પીએમ નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ તથા નિયોલ હેલીપેડ ખાતે સ્વાગત

Featured Video Play Icon
Spread the love

પીએમ નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ તથા નિયોલ હેલીપેડ ખાતે સ્વાગત
સુરતના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે. ત્યારે સુરત એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. જ્યાંથી વડાપ્રધાન અંત્રોલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતા ગયા હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત અને નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ડેપ્યુટી સી.એમ. હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી સહિતના નેતા પહોંચ્યા હતાં. તો બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી બીજા જ દિવસે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે છે. તે પહેલા જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા હતાં. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે અને તેનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે. આ પ્રોજેક્ટની માહિતી મેળવવા માટે તેનું ઈન્સ્પેક્શન કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શું ખૂટે છે શું કરવાની જરૂર છે ક્યારે પૂર્ણ થશે તેની ચર્ચા અધિકારીઓને એન્જિનિયરો સાથે કરશે. તો પ્રોજેક્ટની મુલાકાત બાદ નર્મદા જિલ્લાના બિરસા મુંડાના કાર્યક્રમમાં જશે. અને ત્યારબાદ સાંજે પરત સુરત થયા પછી દિલ્હી રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *