અરવલ્લી મેઘરજમાં હડકાયા શ્વાનનો આતંક

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી મેઘરજમાં હડકાયા શ્વાનનો આતંક
બે દિવસથી શ્વાને મચાવ્યો છે આતંક
શાળાના બાળકો સહિત 30 જેટલા લોકો ઘાયલ

મેઘરજ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હડકાયા શ્વાનનો આતંક યથાવત છે. આ શ્વાને શાળાએ જતા બાળકો સહિત લગભગ 30 લોકોને કરડીને ઘાયલ કર્યા છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળયો છે.

મેઘરજ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હડકાયા શ્વાનનો આતંક યથાવત છે. ત્યારે સ્થાનિક લોકોમાં હડકાયા શ્વાનને તાત્કાલિક પકડી પાડવાની માંગ ઉઠી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, શ્વાન અચાનક અલગ-અલગ વિસ્તારોમાં લોકો પર હુમલો કરી રહ્યું છે, જેનાથી દહેશત ફેલાઈ છે. આ શ્વાને શાળાએ જતા બાળકો સહિત લગભગ 30 લોકોને કરડીને ઘાયલ કર્યા છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળયો છે. નગરપાલિકા રખડતા શ્વાનને ઝડપી પાડે તેવી સ્થાનિકોની માગ છે, ઈજાગ્રસ્તોએ સરકારી હોસ્પિટલમાં સારવાર પણ લીધી છે.

બનાસકાંઠાના ધાનેરામાં હડકાયા શ્વાને 13 લોકોને ભર્યા બચકા, શ્વાનના હુમલાથી 3 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, બનાસકાંઠાના ધાનેરામાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે, કુંવારલા ગામે 13 લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા છે, કૂતરાએ હુમલો કરતા 3 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે, 13 લોકોને શ્વાને બચકા ભરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે, આ ઘટના અંગે પંચાયત અને સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક પગલાં લેવા માટે સત્તાવાર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *