સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેસના બોટલ માટે કતાર
આધારકાર્ડ અને લાઈટબીલ બતાવ્યા બાદ જ બોટલો અપાઈ
પરપ્રાંતીય મજૂરો અને રોજિંદા કામદારો સૌથી વધુ પરેશાન
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેસના બોટલ માટે દુકાન બહાર સવારથી લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તરફ કલાકો સુધી રાહ જોયા બાદ આધારકાર્ડ અને લાઈટબીલ બતાવ્યા બાદ જ બોટલો અપાઈ રહી હોય જેને લઈ મજુર વર્ગ પરેશાન થયો છે.
સુરતના પાંડેસરા આશાપુરી વિસ્તારમાં આવેલી ભારત ગેસની દુકાન પર ગેસ બોટલ માટે ભારે ભીડ જોવા મળી હતી. લોકો સવારના 7 વાગ્યાથી લાંબી લાઈનમાં ઉભા જોવામળ્યા હતા જો કે 5 કિલો ગેસ બોટલ માટે 1500 વસૂલાતા હોવાનો આક્ષેપ કરાયો હતો. સાથે આધાર કાર્ડ અને લાઈટ બિલ બતાવ્યા બાદ જ બોટલ અપાઈ રહી છે જેથીપરપ્રાંતીય મજૂરો અને રોજિંદા કામદારો સૌથી વધુ પરેશાન થયા છે. અને પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ પણ કરાયા હતાં. ત્યારે લોકો કહી રહ્યા છે કે જરૂરી વસ્તુ માટે પણ હાલ સુરતમાં ભારે હાલાકી સહન કરવી પડે છે
