સુરતના વકીલો દ્વારા વિરોધ કરાયો
સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા આપેલા આદેશને લઈ વિરોધ
ચેમ્બરમાં બેસી તઘલાધી નિર્ણય લેવાયો
સુરતના મદદનીશ નોંધણી સર નીરીક્ષક અને તમામ સબ રજીસ્ટ્રારોને પ્રોપર્ટી રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા આપેલા આદેશને લઈ વકીલો દ્વારા વિરોધ કરાયો હતો.
સુરતના મદદનીશ નોંધણી સર નીરિક્ષક ડી.એમ. પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જે પરિપત્રમાં પ્રોપર્ટી રજીસ્ટ્રેશનને લઈ સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા માટે આદેશ આપ્યો હોવાનો આક્ષેપ વકીલો દ્વારા કરાયો હતો. વકીલોએ જણાવ્યુ હતું કે સરકારી પરિપત્ર ન હોય સુરતના અધિકારી દ્વારા પોતાની ચેમ્બરમાં બેસી આ તઘલાધી નિર્ણય લેવાયો છે. જેને લઈ આ મામલે સુરત કલેકટરને વકીલો દ્વારા સમય માંગી આ તઘલાધી નિર્ણયનો વિરોધ કરી આ નિર્ણયને ત્વરિત પરત ખેંચવમાં આવે તેવી માંગ કરાશે તેમ વકીલોએ જણાવ્યુ હતું.
