બારડોલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન

Featured Video Play Icon
Spread the love

બારડોલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન
ફિઝિયોથેરાપીના 50 વિદ્યાર્થીઓએ વાલીઓનો રસ્તો રોકી વિરોધ
યુનિ.દ્વારા એડમિશન કેન્સલ કરાયા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

બારડોલી મહુવા રોડ પર આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે રાત્રે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફિઝિયોથેરાપીના 50 વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મોડી રાતે રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનિ.દ્વારા એડમિશન કેન્સલ કરાયા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

સુરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર ઉક તરસાડીયા યુનિવર્સિટી આવેલી છે. જ્યાં હંમેશને માટે કોઈને કોઈ વિવાદ સર્જાતા રહે છે. હવે એડમિશનને લઈ મોટો વિવાદ સર્જાયો હતો. ઘટના એવી હતી કે ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી ખાતે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ અને વાલીઓનું વિરોધ પ્રદર્શન રાત્રે જોવા મળ્યું હતું. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની ફી લીધા બાદ અચાનક એડમિશન રદ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયાં હતા. જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રાત્રે યુનિવર્સિટી ગેટ બહાર મુખ્ય રસ્તો જામ કરી દીધો હતો.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજની ફી તેમજ આખા વર્ષની હોસ્ટેલ ફી પણ ભરી દીધી હોવા છતાં આ નિર્ણય લેવાયો હોવાનો દાવો કરાયો હતો. મોડી રાત્રે યુનિવર્સિટીની બહાર બારડોલી-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ પર ઉતરી આવીને રસ્તો રોક્યો હતો. રસ્તા રોકવાના કારણે ટ્રાફિક અટકી પડ્યો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. વિવાદ બાદ પણ યુનિવર્સિટી ના વિવાદિત વાઇસ ચાન્સેલર સ્થળ પર આવ્યાં ના હતાં.

વિદ્યાર્થીઓ નું ઉગ્ર વિરોધ પ્રદર્શન અંગે જાણ થતાં જ મહુવા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવટ કરીને રસ્તા પરથી હટાવ્યા હતા. અને વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કર્યો હતો. ઉકા તરસાડીયા યુનિવર્સિટી એ ધીકતો વ્યવસાય અને પૈસા કમાવવા નું માધ્યમ બનાવી દીધું છે.જોકે, વિદ્યાર્થીઓ અને વાલીઓના ગંભીર આક્ષેપો અંગે ઉકા તરસાડીયા યુનિવર્સિટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી ન હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *