સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ખાડી પુરની સમસ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ખાડી પુરની સમસ્યા
સુરત પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મીટીંગ
પાલિકા અને કલેકટરાલયે શુ કાર્યવાહી કરી તે અંગે ચર્ચા

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ચોમાસા દરમિયાન આવતા ખાડી પુરને લઈ સુરતના પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી જેમાં પાલિકા અને કલેકટરાલયે શુ કાર્યવાહી કરી તે અંગે ચર્ચા કરાઈ હતી.

સુરત શહેરમાં દર વર્ષે આવતી ખાડી પુર સમસ્યા નિવારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરાતા તમામ તંત્ર કામે લાગ્યુ છે. ત્યારે સુરત શહેરના પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. હાઈ લેવલની બેઠકમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, સુરત કલેકટર ડો. સૌરભ પારઘી તથા અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ હાઈલેવલની બેઠકમાં પાલિકા તથા કલેકટરાલયના વિભાગો દ્વારા શુ કાર્યવાહી કરાઈ તે અંગે ચર્ચા કરાઈ હતી. સાથે પાલિકા દ્વારા છેલ્લા પાંચ દિવસથી ખાડીના દબાણો દુર કરવાની કામગીરી કરાઈ રહી હોવાનું પણ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *