સુરતની માંડવી પોલીસની સરાહનીય કામગીરી
તાપી નદીમાં આત્મહત્યા કરવા ગયેલી મહિલાને પોલીસે જીવ બચાવ્યો
મહિલા કેન્સરની બીમારીથી કંટાળી આત્મહત્યા કરવા ગયેલી
માંડવી ટાઉન પોલીસ દ્વારા રિવરફ્રન્ટ ખાતેથી તાપી નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવવા જતી સિનિયર સિટીઝન મહિલાને બચાવી લેતી માંડવી પોલીસ.
સુરત જિલ્લાના માંડવી વિસ્તારમાં આજરોજ તાપી નદીના કિનારે રિવરફ્રન્ટ ખાતે એક વયોવૃદ્ધ મહિલા તાપી નદીમાં આત્મહત્યાની કોશિશ કરતા હોવાની જાણ થતાં પોલીસ તંત્ર ના પ્રકાશભાઈ ધીરુભાઈ તથા જી.આર.ડી રિતેશભાઈ રણજીતભાઈ સમન્સ ના કામે જતા હતા. પરંતુ રિવરફ્રન્ટ ખાતે ની ઘટનાની જાણ થતા ઘટના સ્થળે આવી પહોંચી માછીમારો સાથે વયવૃદ્ધ મહિલા સમજાવી પોલીસ તંત્ર ખાતે લઈ ગયા હતા જ્યાં પીઆઈ એ એસ ચૌહાણ દ્વારા મહિલા પોલીસની હાજરીમાં જ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ કેન્સરની બીમારીથી કંટાળી ગયેલ હોય જેથી તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવી દેવાનું નક્કી કરેલ હતું. જેને સમજાવીને મહિલાના પરિવારજનોને સંપર્ક કરી તેમને કબજો સોંપવામાં આવ્યો હતો. માંડવી પોલીસ તંત્ર દ્વારા વયોવૃદ્ધ મહિલાનો જીવ બચાવી સરહનીય કાર્ય કરેલ છે.
