દક્ષિણ ગુજરાતમાં પાર – તાપી રિવર લિંક પ્રોજેક્ટ પર રાજનીતિ
ધારાસભ્ય અનંત પટેલની ચીમકી બાદ ભાજપ ના ધારાસભ્ય મેદાને
ગણદેવીના ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે પ્રતિક્રિયા આપી
દક્ષિણ ગુજરાતમાં પાર – તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છે. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આંદોલનની ચીમકી આપ્યા બાદ ગણદેવીના ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે પ્રતિક્રિયા આપી છે.
દક્ષિણ ગુજરાતમાં 2022 માં તાપી-પાર રિવર લિંકને લઈને આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી સમાજના વિરોધને જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી, હાલ માં જ અનંત પટેલે ધરમપુર ખાતે એક નિવેદનમાં કહ્યું હતું કે, લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ ફરી આંદોલનની શરૂઆત કરશે. આ અંગે નરેશ પટેલે કહ્યું કે, અનંત પટેલનું નિવેદન સદંતર પાયાવિહોણું છે. તેમના મતે, નજીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી અનંત પટેલ તેનો લાભ લેવા જૂઠાણું ફેલાવી રહ્યા છે.
ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. હાલમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
