સુરતમાં નશાકારક સીરપના ગેરકાયદે વેચાણ પર પોલીસના દરોડા
એસઓજી પોલીસે નશાકારક શિરપ વેંચતા મેડિકલ સ્ટોર વિરુદ્ધ કરી કાર્યવાહી
વરાછા અને પાંડેસરામાં મેડિકલ સ્ટોર પર ફુડ એન્ડ ડ્રગ્સ સાથે કાર્યવાહી
ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપણું વેચાણ કરતા હતા
સુરત એસઓજીની ટીમે ફુડએન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી વરાછા અને પાંડેસરા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર પર દરોડા પાડી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપનારાઓને દબોચી લીધા હતાં.
સુરતમાં નશાકારક શિરપ સહિતનું ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર વેંચાણ કરનાર મેડિકલ સ્ટોર પર થોડા થોડા સમયે એસઓજીની ટીમે દરોડા પાડે છે. તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ન્યુ બોમ્બે માર્કેટ રોડ પર ન્યુ વિજ્યા લક્ષ્મી મેડિકલ સ્ટોર્સમાં એસઓજીની ટીમે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સાથે રાખી દરોડા પાડ્યા હત જ્યાંથી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપનાર સંચાલક પ્રભુસિંગ વરફીસિંગ પરમારને ઝડપી પાડી દવાનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે પાંડેસરા પોલીસે મથકની હદમાં આબમરોલી રોડ ગીતા નગર એક માં આવેલ શિવ મેડિકલ માં એસઓજીની ટીમે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડી ત્યાંથી મેડિકલ સ્ટોરના સંચાલક અભિષેક આલોકકુમાર શાહને ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવાનુ વેચાણ કરતા પકડી પાડી તેની પાસેથી દવાઓનો જથ્થો કબ્જે લીધો હતો. હાલ તો બન્ને મેડિકલ સ્ટોર્સના સંચાલકો સામે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.
