સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇ પોલીસ એક્શન
ઉત્રાણ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયુ
શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી પુર્ણ થાય તેવા પ્રયાસો
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ પોલીસ એકશનમાં આવી ગઈ છે. ત્યારે ઉત્રાણ પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું.
સુરતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે સુરત મહાનગર પાલિકાની ચુંટણી યોજાનાર છે. ત્યારે ચુંટણી સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે. તો સુરતની ઉત્રાણ પોલીસ દ્વારા પણ સુરત મહાનગર પાલિકાની ચુંટણીને ધ્યાને લઈ ફુટ પેટ્રોલિંગનુ આયોજન કરાયુ હતું. અને પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી પુર્ણ થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે.
