આજથી ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા
પરીક્ષામા 10 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા.
પીએસઆઈ અને એલઆરડી ની 13,591 જગ્યાઓ માટે ભરતી.
ગુજરાત પોલીસ વિભાગમાં જવા માંગતા ઉમેદવારો માટે આજથી રાજ્યના 15 સ્થળો પર એલઆરડી- લોકરક્ષક અને પીએસઆઈ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ની કુલ 13591 જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાનો આરંભ થયો છે. આ પરીક્ષા આગામી 13 માર્ચ સુધી ચાલશે. ત્યારે 13591 જગ્યાઓ માટે કુલ 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આજે 21 જાન્યુઆરીના રોજ 15 ગ્રાઉન્ડ પર આ શારીરિક પરીક્ષા લેવાઈ રહી છે.
આજથી એટલે કે 21 જાન્યુઆરીથી શરૂ થયેલી આ શારીરિક કસોટી 13 માર્ચ સુધી ચાલશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં બાયોમેટ્રિક ચકાસણીના આધારે પ્રવેશ આપવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ ટાળી શકાય. સાથે જ સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ કરવામાં આવી રહી છે. શારીરિક કસોટી અંતર્ગત પુરુષ ઉમેદવારો માટે 5000 મીટર દોડ ફરજિયાત રાખવામાં આવી છે. જ્યારે મહિલા ઉમેદવારો માટે 1600 મીટર દોડ લેવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોની ઊંચાઈ, વજન તેમજ મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. આ physical ટેસ્ટમાં પાસ થયેલી મહિલાઑએ પોતાની ખુશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમે ખૂબ ખુશ છીએ કે અમે પાસ થઈ ગયા છીએ. અંહિયા ગ્રાઉન્ડ પર સ્ટાફનો સપોર્ટ ખૂબ સારો હતો અને અમને એક પોઝિટિવ વાતાવરણ મળ્યું હતું. તો બીજા એક મહિલા 4 સેકન્ડ માટે રહી ગયા હતા તેમણે કહ્યું કે હું આવતા વર્ષે ફરીથી પ્રયત્ન કરીશ.
LRD અને PSI ભરતી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે પૂરી થાય તે માટે ગાંધીનગરમાં સેન્ટ્રલ ભરતી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. અહીંથી સમગ્ર રાજ્યની શારીરિક કસોટી પર નજર રાખવામાં આવશે અને કોઈ સમસ્યા ઉભી થાય તો તરત કાર્યવાહી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
