વડીયાના ઢૂંઢીયા પીપળીયા ગામે વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા મામલો લોકો ભારે રોષ
ગુજરાત સરકારના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ઢૂંઢીયા પીપળીયા પહોંચ્યા.
પરેશ ધાનાણીએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કર્યુ
લૂંટ કરવાના ઇરાદે કરપીણ હત્યા કરાઈ હોવાથી લોકોમાં અરેરાટી વ્યાપી
અમરેલી: વડીયાના ઢૂંઢીયા પીપળીયા ગામે વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા મામલો લોકો ભારે રોષ ફેલાયો છે.
ગુજરાત સરકારના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ઢૂંઢીયા પીપળીયા પહોંચ્યા હતા.પરેશ ધાનાણીએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કર્યુ હતું. લૂંટ કરવાના ઇરાદે કરપીણ હત્યા કરાઈ હોવાથી લોકોમાં અરેરાટી વ્યાપી હતી. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે, ગુંડાઓને, લુંટારાઓને, ચોરોને પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગરો કરવો પડે છે. ગ્રામીણ ગામડાઓમાં રહેતા વૃદ્ધોની ચિંતાઓ હવે મહાનગરોમાં રહેતા પરિવારજનો ને થઈ છે. અમરેલી જિલ્લાના ગામડામાં રહેતા વૃદ્ધોના જીવ પોલીસની નિષ્કાળજીને કારણે જીવ પર જોખમ મંડરાતું રહેશે. ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે ગુન્હેગારોને આકરામાં આકરી સજા કરવામાં આવે પરેશ ધાનાણીએ માંગ કરી હતી. અગાઉ પણ ખાંભા, લીલીયા, ચિતલમાં ઘટનાઓ બની છે. આ પહેલી ઘટના નથી અમરેલી જિલ્લામાં આવી ઘણી ઘટનાઓ બની ચુકી છે પરંતુ જો તંત્ર ધારે તો આ ઘટના છેલ્લી ઘટના જરૂર બની શકે. આટલા દિવસ થયા પણ તંત્ર હજુ હત્યારા સુધી પહોંચી શક્યું નથી. અને એસ.પી.ને કોલ કરી પૂછ્યું પણ હતું. આવી ઘટનાઓ રોકવામાં સરકારનો દરવાજો જ્યાં ખટખટાવો પડે ત્યાં જશું .
