સુરત સુવાલીમાં ગુનાખોરી ડામવા પેટ્રોલિંગ અને કોમ્બિંગ
ડીસીપી ઝોન 7 સૈફાલી બરવા, એસીપી દીપ વકીલ અને હજીરા પોલીસ
અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યુ
સુરત પોલીસ ગુનાખોરી ડામવા પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે સુવાલી બીચ પર મોડી રાત્રે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યુ હતું.
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો હોય જેને લઈ હવે પોલીસ પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરે છે. ત્યારે સુરતના ડીસીપી ઝોન 7 સૈફાલી બરવા, એસીપી દીપ વકીલ અને હજીરા પોલીસની ટીમ, પીઆઈ સહિતનાઓએ મોડી રાત્રે સુવાલી બીચ ખાતે કોમ્બિંગ અને પેટ્રોલિંગ કર્યુ હતું.
