મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવજાગરણનું આયોજન
ગોધરા રોડ નવયુવક મંડળ દ્વારા કરાયું આયોજન
ઈન્દોરના કલાકારો દ્વારા ભજન કીર્તનની પ્રસ્તુતિ
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દાહોદ શહેરના ચંદ્રશેખર આઝાદ ચોક પર ગોધરા રોડ નવયુવક મંડળ દ્વારા શિવજાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભજન કીર્તનમાં મન મુગ્ધ થઈ ગયા હતા
દાહોદ શહેરના ચંદ્રશેખર આઝાદ ચોક નજીક આવેલ હાડા ટેન્ટ હાઉસ ની સામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાત્રિ જાગરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના આયોજક ગોધરા રોડ નવયુવક મંડળ દ્વારા શિવ મહાદેવ પ્રસાદ પણ રાખવામાં આવ્યું હતું. દાહોદ શહેરના દરેક લોકોએ અનેરા ઉત્સાહ સાથે શિવ ભગવાનના ભજન-કીર્તન કરી અનેરો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ગામના દરેક લોકો તથા આગેવાનોએ હાજરી આપી હતી. રાત્રી દરમિયાન ઝાંખી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી, ભગવાનની વેશભૂષા ધારણ કરી આવેલ કલાકારોએ રાત્રિ જાગરણનું માહોલ જમાવ્યું હતું
જેમાં બજરંગ બલી, શિવ પાર્વતી મહાકાળી તેમજ અન્ય કલાકારો દ્વારા વેશભૂષા ધારણ કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અલ્પાહાર નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઇંદોરના પ્રસિદ્ધ કલાકાર શુભમ રાણા દ્વારા ભજન કીર્તન ગાવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભક્તોએ મન મૂકીને મંત્રમુક્ત થઈ ગયા હતા, રાત્રી જાગરણ કાર્યક્રમમાં ઇન્દોર ના કલાકારની સાથે દાહોદ ના કલાકારોએ પણ ભજન કીર્તનમાં ભાગીદાર થયા હતા તેમજ ગોધરા રોડ નવયુવક મંડળ દ્વારા આ ભવ્ય જાગરણનું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું..
