સુરત અડાજણમાં મેગા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન
450 થી વધુ ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટરોની હાજરી
ગ્રેટવ્હાઇટ ઇલેક્ટ્રિકલ ની બીજી મેગા ઇવેન્ટ સફળ
ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ GreatWhite Electrical દ્વારા સુરતમાં ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટરો માટે એક ભવ્ય અને માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6:30 વાગ્યે શરૂ થયેલ આ કાર્યક્રમ રાત્રે 10:30 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં અંદાજે 450 જેટલા વાયરમેન કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન્સે ઉત્સાહભેર હાજરી નોંધાવી હતી.
કાર્યક્રમ દરમિયાન GreatWhite Electrical કંપની તરફથી મલય ભાયાણીએ મુખ્ય સંબોધન કર્યું હતું. તેમણે કંપનીની યાત્રા, વિકાસ અને ભવિષ્યની દૃષ્ટિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે GreatWhite Electrical ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વસનીયતા આપવા માટે સતત પ્રતિબદ્ધ છે અને ખાસ કરીને મિકેનિકલ સ્વિચેસમાં લાઇફટાઇમ ગેરંટી આપવી કંપનીની વિશેષ ઓળખ છે. સાથે જ તેમણે કંપનીના નવા લોન્ચ થયેલા પ્રોડક્ટ્સ તથા આવનારી ટેક્નોલોજી વિશે પણ માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન GreatWhite Electrical દ્વારા અનેક નવા પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં Trivo Range ની New Acrylic Plates & Touch Switch Range, Arcus Range માં Automation Solutions તેમજ Fiana Range ની Magnesium કલરવાળી Flat Switch Range ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ નવી રેન્જને જોઈને હાજર ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન પ્રોડક્ટ્સનું લાઇવ ડેમો અને પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. જેમાં Switches Range, Wires, MCB Range, Lighting Products, Conduit Pipe તથા અન્ય Accessoriesનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ડેમોના માધ્યમથી હાજર રહેલા ઇલેક્ટ્રિશિયન્સને પ્રોડક્ટ્સની ગુણવત્તા અને ઉપયોગિતા વિશે સ્પષ્ટ સમજ મળી હતી. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે મનોરંજન અને ઇનામોની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મ્યુઝિક અને મિમિક્રી શો દ્વારા હાજર મહેમાનોને મનોરંજન મળ્યું હતું. સાથે સાથે રિટર્ન ગિફ્ટ, લકી ડ્રો અને ડિનરની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી.
