સુરત પોલીસ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સનુ આયોજન
સાયન્સ સેન્ટર ખાતે અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સનુ આયોજન
ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો હાજર
સુરત પોલીસ દ્વારા સાયન્સ સેન્ટર ખાતે અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સનુ આયોજન કરાયુ હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો હાજર રહ્યા હતાં.
સુરત પોલીસની બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સનુ સિટી લાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરાયુ હતું. પોલીસ કમિશનર ની અધ્યક્ષતામાં બે દિવસ ચાલનાર ક્રાઈમ કોન્ફરન્સ માં શહેર પોલીસ વિભાગના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. જેમાં પોલીસ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઇ તેમજ કોન્સ્ટેબલો ની હાજરી જોવા મળી હતી. પીએમ મોદીની સૂચના અન્વયે અને ડીજીના આદેશ સાથે દરેક જિલ્લામાં આયોજન કરાઈ રહ્યુ હોય અને આગામી પાંચ વર્ષ પડકારોનો સામનો કઈ રીતે કરવુ તેની તૈયારીના ભાગરૂપે આયોજન કરાયુ હતું. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ કરવો, બનતી સાઇબર ક્રાઇમની ઘટનાઓને ડામવા, ગુજસીટોક જેવા ગુનાઓ પર ભાર આપવુ, ડ્રોન કેમેરાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જેવા મુદ્દે પ્રેઝન્ટેશન તૈયાર કરાયું હતું.
સુરત પોલીસ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સની છેલ્લા 15 દિવસથી તૈયારી કરાઈ હતી. શહેરની સુરક્ષા અને સલામતી માટે કયા સુધારા વધારા કરવા સહિતની બાબતોને લઈ બે દિવસની ક્રાઈમ કોન્ફરન્સમાં ચિંતન મંથન કરાશે.
