બારડોલી ખાતે હવે નવ નિર્માણ થનાર આરટીઓ કચેરી
ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
બારડોલી ખાતે હવે નવ નિર્માણ થનાર આરટીઓ કચેરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. બારડોલી તાલુકાના મોતા રોડ પર આ આરટીઓ કચેરી બનનાર છે. જેનું આજે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
આરટીઓ કચેરી સુરત જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત છે. ખખડધજ થતાં અનેકવાર નવીનીકરણ અંગે ફરિયાદ ઉઠી હતી. કરણ કે સુરત જિલ્લાના અનેક તાલુકાઓનો વાહન વ્યવહાર અંગે આ કચેરી સાથે કામ જોડાયેલું છે. ત્યારે હવે આ કચેરીને રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણ કરવામાં આવનાર છે. બારડોલી નગરમાંથી કચેરી ખસેડી બારડોલી મોતા રોડ પર એકલવ્ય શાળા નજીક સ્થળ નક્કી કરાયું છે. જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ આરટીઓ કચેરીના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બારડોલી આરટીઓ કચેરીનું હવે નવીન રૂપ ધારણ કરનાર છે. કચેરીના બાંધકામ અર્થે સવા નવ કરોડની વહીવટી મંજુરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. નવી કચેરી ખાતે બાઇક તથા કારના ડ્રાઈવીંગ ટેસ્ટ સહિત ની કામગીરી થશે. જેમાં અત્યાધુનિક એ.આઈ ટેકનોલોજી સાથે ઓટોમેટિક ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે
