નર્મદા ઘાટ દુર્ઘટના મામલો
આપ ધારાસભ્ય ચૈતર વસાવા, અને ભાજપ જિલ્લા પ્રમુખ,અનેકોંગ્રેસ નેતા પીડિત પરિવારોને મળ્યા
નિલ રાવ અને ચૈતર વસાવાએ તંત્ર સાથે બેઠક યોજી
તંત્ર સાથે બેઠક બાદ વળતર અને ન્યાયની માંગ ઉઠી
નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા
પોલીસે આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી
એકતા નગર ખાતે આવેલ નર્મદા ઘાટ ખાતે ગઈકાલે બનેલ દુર્ઘટનામાં ભેખડ ધસવાથી ત્રણ શ્રમીકોના મૃત્યુ પામેલા પરિવારને મળવા ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ ગરુડેશ્વર પહોંચ્યા હતા.આ બન્ને નેતાઓ ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાહતા
નીલ રાવ અને ચૈતર વસાવાએ તંત્ર સાથે બેઠક યોજી હતી.અસર ગ્રસ્ત પરિવારને અન્યાય ન થાય તે માટે તંત્ર સાથે બેઠક કરવામાં આવી હતી.જે ત્રણ લોકો ના મૃત્યુ થયા છે તે લોકોને વળતરની માંગ કરવામાં આવી રહી છે.
નર્મદા ઘાટ ઘટના બાબતે પોલીસે “માં ઈંફા એજન્સી” તથા કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ સામે સલામતી પોલીસ સ્ટેશન કેવડિયા ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં બી એન એસ ની કલમ 106(1),54 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરીછે.હાલમાં આ ઘટના બાબતે ભાજપ, કોંગ્રેસ અને આપ ના નેતાઓ ઘટના સ્થળે અને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યા હતા
