સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચારના શ્રી ગણેશ
કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રચાર શરૂ
વિધાનસભાના ઉપાધ્યક્ષ પુર્ણેશભાઈ મોદી સહિત ઉમેદવાર હાજર
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચારના શ્રી ગણેશ થયા હોય તેમ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં પીપલોદથી પ્રચાર શરૂ કરાયો હતો. જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પુર્ણેશભાઈ મોદી સહિતનાઓ હાજર રહ્યા હતાં.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ કરી હવે તમામ પક્ષો દ્વારા પ્રચારની શરૂઆત કરાઈ રહી છે. ત્યારે સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટિલની અધ્યક્ષતામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કરાયો છે. પીપલોદ કારગીલ ચોક ખાતે 120 બેઠકના ઉમેદવારો સાથે જન સંકલ્પ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પુર્ણેશભાઈ મોદી તથા અન્ય ધારાસભ્યો સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. તો ભાજપના તમામ ઉમેદવારોને જન સેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
