સુરતમાં મોબાઈલ ચોર ઝડપાયો
અલ્પેશ પાતા ખમાણને પોલીસે પકડી પાડ્યો
પોલીસે આરોપી પાસેથી મોંઘોદાટ મોબાઈલ કબ્જે કર્યો
જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા મોબાઈલ ચોરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે અને બનતા ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતી ત્યારે મોબાઈલ સ્નેચીંગ સ્કોડના માણસોએ બાતમીના આધારે ચોક બજાર ગાંધીબાગ પાસેથી રીઢા મોબાઈલ ચોર એવા અલ્પેશ પાતા ખમાણને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ રેડમી કંપનીનો મોંઘોદાટ મોબાઈલ કબ્જે કર્યો હતો. તો આરોપીની પુછપરછ કરતા તેણે મોબાઈલ જહાંગીરપુરા પોલીસ મથકની હદમાંથી ચોર્યો હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો જહાંગીરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
