સુરત કોસંબા પોલીસ મથકમાં લાખોની છેતરપિંડી
નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો
વરિયાવ રિંગરોડ રહેતા નીલેશ ઝવેર મોરડીયાને ઝડપી પાડ્યો
સુરત કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલા લાખોની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવનાર તહેવારોને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો પર નજર રાખી રહી છે સાથે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે કોસંબા પોલીસ મથકમાં છેલ્લા છ વર્ષથી 51 લાખ રૂપિયાની ઠગાઈના ગુનામાં નાસતા ફરત ઠગ આરોપી એવા મુળ બોટાદ જીલ્લાના ગઢડાનો અને હાલ વરિયાવ રિંગરોડ ખાતે રહેતા નીલેશ ઝવેર મોરડીયાને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો કોસંબા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
