ગીર સોમનાથમાં સાયક્લોનના કારણે માછીમારોને લાખોનું નુકશાન

Featured Video Play Icon
Spread the love

ગીર સોમનાથમાં સાયક્લોનના કારણે માછીમારોને લાખોનું નુકશાન
બંદરો પર માછીમારી કરતા માછીમારોની સીઝન શરૂ થઈ ચુકી.
ખેડૂતોને સરકાર મદદ કરે છે તેમ સાગરખેડુને પણ સહાય પેકેજ આપે

ગીર સોમનાથ જિલ્લાના માછીમારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સાગરખેડુ માછીમાર સમુદાય વિકટ સ્થિતિમા છે. આ સિઝનની શરૂઆતમાં જ મોસમનું વિઘ્ન આવ્યું છે,

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરની એક ફિશિંગ બોટની જળ સમાધિથી એક હતભાગી માછીમારનું મોત થયું છે. અન્ય એક ફિશિંગ બોટનો માછીમાર હજુ પણ દરિયામાં લાપત્તા છે. આ વખતે સિઝનનો પ્રારંભ થઇ ગયો પરંતુ માછીમારો ફિશિંગમાં જઈ શકતા નથી. વેરાવળ બંદર પર માછીમારી સિઝનની શરૂઆતમાં જ ખરાબ હવામાનના કારણે માછીમાર સમુદાય મુશ્કેલીમાં મુકાયો છે. એક ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ છે. આ દુર્ઘટનામાં 1 માછીમારનું મોત થયું છે જ્યારે અન્ય એક માછીમાર હજુ લાપતા છે. ભીડીયા માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષથી કોરોનાકાળ બાદ માછીમારી વ્યવસાય સતત સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. માછીમારોને ફિશિંગ બોટ શરૂ કરતા પહેલા ડીઝલ, રાશન અને બરફ માટે 5 થી 7 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. આ રકમ મોટાભાગે લોન કે વ્યાજે લેવામાં આવે છે. રાજ્ય સરકારે ફિશિંગ બોટને વીમા કવચ હેઠળ આવરી લેવી જોઈએ. જ્યારે બોટ સંપૂર્ણપણે નષ્ટ થાય છે, ત્યારે માછીમારોની આજીવિકા સામે મોટો પ્રશ્ન ઉભો થાય છે. નુકસાનીના કારણે અનેક માછીમારો છકડા, રિક્ષા ચલાવવા અને મજૂરી કરવા મજબૂર બન્યા છે, ઘણા માછીમારો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. માછીમાર સમુદાયની માગણી છે કે જેમ જમીન પરના ખેડૂતોને સરકાર મદદ કરે છે, તેમ સાગરખેડુ માછીમારોને પણ સહાય પેકેજ આપવામાં આવે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *