વડોદરાના પાણીગેટરમાં એમજીવીસીએલના કર્મચારીઓ પર હુમલો
બાવામાનપુરામાં વીજ કનેક્શન માટે ગયેલા કર્મચારીઓ પર હુમલો
બાકી વીજબિલની રકમની કાર્યવાહી કરવા ગયા ત્યારે કરાયો હુમલો
વડોદરા શહેરના બાવામાનપુરા-તાઇવાડા વિસ્તારમાં બાકી વીજ બિલને લઈને વીજ કનેક્શન કાપવા ગયેલા એમજીવીસીએલના કર્મચારીઓ પર એક મહિલાએ હુમલો કર્યો હતો. મહિલાએ કર્મચારીઓને માર માર્યો હતો અને ગાળો બોલીને ધમકી આપી તેમજ કમરપટ્ટો કાઢીને મારવા દોડી હતી. આ મામલે પાણીગેટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એમ.જી.વી.સી.એલના કર્મચારી અજમલ મહેદી યુસુફ તથા મોહમદ સિદ્દીક યુસુફભાઇ બોજાવાલા બાવામાનપુરા-તાઇવાડામાં વીમા દવાખાનાની સામે આવેલા મકાનનું વીજ કનેક્શન કાપવા ગયા હતા. તે દરમિયાન આરોપી મહિલા નુસરત યુસુફભાઇ બોજાવાલા ઘરની બહાર નીકળી હતી અને અચાનક ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગી હતી. ફરિયાદી જતીનભાઈ અંબુભાઈ પાટણવાડિયા તથા તેમના ઈન્ચાર્જ પ્રવિણભાઈ ભોઈના જણાવ્યા મુજબ, નુસરતે કાયદેસર ફરજ બજાવતા કર્મચારીઓના કામમાં અડચણ ઊભી કરી હતી. પ્રવિણભાઈને ધક્કો મારીને તેમની એક્ટિવા નીચે પાડી દીધી હતી અને હાથમાંથી મીટર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગળું પકડીને છુટ્ટા હાથે માર માર્યો હતો તેમજ અન્ય કર્મચારીઓને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. ફરી આ વિસ્તારમાં દેખાશો તો જાનથી મારી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને કમરપટ્ટો કાઢીને મારવા દોડી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
