બારડોલી તાલુકા પંચાયતમાં શાંતિ સમિતિની બેઠક

Featured Video Play Icon
Spread the love

બારડોલી તાલુકા પંચાયતમાં શાંતિ સમિતિની બેઠક
આગામી તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય તે માટે અધિકારીઓ-અગ્રણીઓ વચ્ચે ચર્ચા

આવનાર ગણેશ ઉત્સવ અને અન્ય તહેવારો લઈ સુરત જિલ્લા વહીવટી તંત્ર એ તૈયારી શરૂ કરી છે. જેના ભાગ રૂપે બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી. આવનાર દિવસોમાં ગણેશોત્સવ સહિત અન્ય તહેવાર ને લઇ અધિકારીઓ અને નગર તેમજ તાલુકાના અગ્રણીઓ વચ્ચે મિટિંગ યોજવામાં આવી હતી.

સામાન્ય રીતે આપણે ત્યાં શ્રાવણ માસ શરૂ થાય એટલે ઉત્સવો અને તહેવારો ની શરૂઆત થઈ જતી હોય છે. આવનાર દિવસો માં રક્ષાબંધન , જન્માષ્ટમી , અને ગણેશોત્સવ આવનાર છે. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી માં ખાસ કરીને ગણેશોત્સવનો તહેવાર નગરજનો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. થોડા દિવસો બાદ શ્રીજીનું સ્થાપન નગર અને તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવનાર છે. ત્યારે શ્રીજીની આગમન યાત્રાની પરમિશન ક્યાંથી ક્યાંથી લેવી. તેમજ સમય ક્યાં પ્રકારનો રહેશે એ બાબતે શાંતિ સમિતિ ની બેઠક મળી હતી.

શાંતિ સમિતિ ની બેઠક બારડોલી તાલુકા પંચાયત ના સભાખંડ માં રાખવામાં આવી હતી. ખાસ કરી ને ગણેશ સ્થાપના અને મૂર્તિ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવે તે માટેના સૂચનો તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. મિટિંગમાં ઉપસ્થિત આગેવાનો એ બહારથી આવતા ડી.જે ને પરમિશન ન આપવા, નગરના આંતરીયાળ માર્ગો જે મુખ્ય માર્ગને અડતા હોય ત્યાં માત્ર બેરીકેટ મુકવા રજુઆત કરાઈ હતી. જ્યારે , આગમન યાત્રા માં પણ મોટો ટ્રાફિક થતો હોય યાત્રા માટે પણ યોગ્ય સમય મર્યાદા નક્કી કરવા સૂચનો કરાયાં હતાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *