સુરત ઉત્રાણ રેલ્વે ઓવર બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સ મામલો
ડ્રગ્સના જથ્થાને સપ્લાય કરનારને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો
બન્ને ગુનામાં વોન્ટેડ આરોપી સરફરાજખાન પઠાણને ઝડપ્યો
સુરત ઉત્રાણ રેલ્વે ઓવર બ્રિજ પાસેથી અને ઉમરવાડામાંથી ઝડપાયેલા લાખોના એમડી ડ્રગ્સના જથ્થાને સપ્લાય કરનારને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ગત 27 જુલાઈના રોજ ઉત્રાણ પોલીસ મથકની હદમાં ઉત્રાણ રેલ્વે ઓવર બ્રીજ નીચે ગરનાળા પાસેથી મીત રામજી કરીયાવરા અને કેતન ઉર્ફે વકીલ મનસુખ પેટલને ઝડપી પાડી તેઓ પાસેથી 3 લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો જે એમડી ડ્રગ્સ તેઓને ઈમરાન ફિરોઝ શેખએ આપ્યો હોવાનુ તથા ઈમરાનની ધરપકડ કરતા તેને સરફરાજખાન પઠાણએ એમડી આપ્યો હોવાની કબુલાત કરી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે 3 સપ્ટેમ્બરના રોજ ઉમરવાડા ખાતે દરોડા પાડી ત્યાંથી એઝાઝ ઉર્ફે છોટ્યા ઉસ્માન શેખને 19 લાખ 87 હજારના એમડી સાથે ઝડપ્યો હતો અને તેને પણ ડ્રગ્સ સરફરાજખાન પઠાણ તથા અબરાર ઉર્ફએ હાજી ઉર્ફે જીલાની મુખ્તાર શેખએ આપ્યો હોવાની કબુલાત કરતા બન્ને ગુનામાં વોન્ટેડ આરોપી સરફરાજખાન પઠાણને ક્રાઈમ બ્રાન્ચે ચીમલીયાવાડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
