માંડવી : માઈક્રો કોંક્રીટથી ખાડાઓ પૂરવામાં આવ્યા.
માંડવીના બૌધાન અને કામરેજના ટીંબાને જોડતા મહત્વના તાપી ઓવરબ્રિજ પર માઈક્રો કોંક્રીટથી ખાડાઓ પૂરવામાં આવ્યા.
મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશ અનુસાર સમગ્ર જિલ્લામાં રોડ રસ્તાઓના મરામત તથા બ્રિજોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ-૨ હસ્તકના માંડવીના બૌધાન અને કામરેજના ટીંબાને જોડતા મહત્વના તાપી ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓને ઝડપભેર પૂરવા પેચવર્ક માટે માઈક્રો કોંક્રીટથી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિગતો આપતા માર્ગ અને મકાન વિભાગના ડિવિજન-૧ના કાર્યપાલક ઈજનેરશ્રી એન.એન.પટેલે જણાવ્યું હતું કે, બ્રિજના તજજ્ઞો દ્વારા જિલ્લામાં બ્રિજોની પુનઃચકાસણી સાથે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અરેઠથી બૌધાનથી ઘલા પરનો બ્રિજ, ગલતેશ્વરથી ટીંબા રોડ પરનો બ્રિજ, મહુવાથી અનાવલ રસ્તા પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ડામર, ક્રોકીંટની મદદથી સધન કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી…
