માંડવી : ફટાકડાના વેપારીઓએ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

Featured Video Play Icon
Spread the love

માંડવી : ફટાકડાના વેપારીઓએ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું
વેપારીઓએ માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે દુકાન ફાળવી આપવા વિનંતી કરી

સુરત જિલ્લાના માંડવી નગરમાં દિવાળીના તહેવારમાં ફટાકડાની દુકાનો નગર પાલિકા ગ્રાઉન્ડ ખાતે ફાળવવા માંડવી પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રી તથા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું.

માંડવી નગરમાં છેલ્લા 20 વર્ષથી ફટાકડા નો વ્યવસાય કરતા ફટાકડા વેપારી મંડળ દ્વારા પ્રાંત અધિકારી તથા ચીફ ઓફિસરને આજ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે અમો વખતો વખત સરકારશ્રીના નિયમ મુજબ ફટાકડા નો વ્યવસાય કરતા આવ્યા છે .અમોને ગત વર્ષે માંડવી પાલિકા દ્વારા ફટાકડા નો વ્યવસાય કરવા નગર પાલિકા ગ્રાઉન્ડ નીખુલ્લી જગ્યા ખાતે જગ્યા ફાળવી સુંદર આયોજન કર્યું હતું. તેવી જ રીતે આ વર્ષે પણ નગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરી આપવા આજરોજ માંડવી પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. અમોને લાયસન્સ મેળવવા માં આસાની રહે છે તથા વીમો મેળવવા માટે પણ અમને સરળતા રહે છે .જો બજારમાં જગ્યા ફાળવવામાં આવે તો અમોને લાયસન્સ અને વીમો મેળવવાની શક્યતા નહીવત રહેલ છે અને બજાર વિસ્તારમાં રસ્તાની પહોળાઈ 15 ફૂટ હોય ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં ઉદભવે છે.અને જો અન્ય કોઈ અકસ્માત થાય તો ખૂબ મોટી જાનહાની નુકસાન થાય અને બજારમાં આવેલ ઘરોને પણ નુકસાન થાય એમ છે. અગ્નિશામક વાહનો પણ પ્રવેશ કરી શકે તેમ નથી .જેથી આગ લાગે તો ભરપાઈ કરી શકવી મુશ્કેલ છે. દિવાળીએ હિંદુ ધર્મનો મોટો તહેવાર હોય ત્યાં ખરીદી કરવા માંડવી તાલુકા માંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો બજારમાં કપડાં તથા અન્ય સામગ્રી ખરીદવા આવતા હોય છે ગત વર્ષે બરોડિયાવાડ માં આગ લાગતા મોટુ નુકસાન થવા પામેલ હતું. જેથી આવા બનાવ ફરી પાછા ન બને જેના સાવચેતીના પગલા રૂપે અમોને માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે દુકાન ફાળવી આપવા વિનંતી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *