સુરતમાં મહિધરપુરા મોટી શેરીમાં વર્ષો જૂનુ મકાન ધરાશાયી
પહેલા માળની જર્જરિત દીવાલ અચાનક પડતા લોકોમાં હડકંપ
મકાન વર્ષોથી બંધ હતું, માલિક વિદેશ સ્થાયી
દીવાલ પડતા નીચે ઊભેલી કારને ભારે નુકશાન
સદનસીબે કોઈ જાનહાની ન થતા રાહત
સુરતમાં ચોમાસાની સાથે જ જર્જરીત મકાનો પડવાનુ શરૂ થઈ ગયુ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે મહિધરપુરા મોટી શેરીમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનુ બંધ મકાન ધરાશાઈ થતા નિચે પાક કરેલ કારને નુકશાન થયુ હતું.
સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ મહિધરપુરા મોટી શેરીમાં મકાન ધરાશાયી થયું છે. વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું હતું. ગ્રાઉન્ડ પલ્સ 2 માળનું મકાન ધરાશાયી થયું છે. પરિવાર વિદેશી સ્થાયી થતા વર્ષોથી મકાન બંધ હતું. તો મકાન ધરાશાઈ થતા મકાન નીચે પાર્ક કરેલી કારને નુકશાન પહોંચ્યુ હતું. તો બનાવની જાણ થતા ફાયરની ટીમે સ્થળે દોડી જઈ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
