બારડોલી : અઘોર અખાડાના મહામંડલેશ્વર ગિરનારી માતાજી બારડોલી ત્રણ-ચાર દિવસ રોકાશે

Featured Video Play Icon
Spread the love

બારડોલી : અઘોર અખાડાના મહામંડલેશ્વર ગિરનારી માતાજી બારડોલી ત્રણ-ચાર દિવસ રોકાશે
મહામંડલેશ્વર પુણ્યનંદગીરી ઉર્ફે પૂનમ બાને ત્યાં માતાજી રોકાણ કરશે
ગિરનારી માતાજીના સોસીયલ મીડિયામાં પણ લાખો સમર્થકો

ગિરનાર ભવનાથ તળેટી માંથી આવેલ અઘોર અખાડાના મહામંડલેશ્વર ગિરનારી માતાજી બારડોલી ખાતે તેઓ ત્રણ ચાર દિવસ રોકનાર છે. બારડોલી નવદુર્ગા સોસાયટી સ્થિત 1008 મહામંડલેશ્વર પુણ્યનંદગીરી ઉર્ફે પૂનમ બા મેં ત્યાં માતાજી રોકાણ કરનાર છે.

ભાવના અને ભક્તિ માટે સુરત જિલ્લો અને તેમાં પણ બારડોલી હંમેશ ને માટે મોખરે રહ્યું છે. સુરત જિલ્લા માં સરદાર નગરી તરીકે ઓળખાતા બારડોલી માં સમયાંતરે અનેક યોગી , સાધુ મહંતો પધારતા રહ્યાં છે. ગત દિવસો માં અઘોર સંપ્રદાય ના મંહંત યોગી બાબા ચંચલનાથ પધાર્યા હતાં . અને આજે જેઓ ગિરનાર માં વર્ષો સુધી તળેટી માં સાધના કરી ને હવે બહાર આવ્યા છે એવા ગિરનારી માતાજી પધાર્યા હતા. બારડોલી ખાતે નવદુર્ગા સોસાયટી સ્થિત પૂનમ બા મેં ત્યાં ગિરનારી માતાજી નું સ્વાગત કરાયું હતું.

ગિરનારી માતાજી તરીકે જાણીતા અને જેઓ ના સોસીયલ મીડિયા માં પણ લાખો માં સમર્થકો પણ રહ્યાં છે. એ ગિરનારી માતાજીબારડોલી ખાતે કિન્નર સમાજ ના પ્રમુખ અને 1008 મહામંડલેશ્વર પુણ્યનંદગીરી ઉર્ફે પુનમકુવર ના નિવાસસ્થાને આવ્યાં હતાં. તેઓ એ સનાતન ધર્મ ની રક્ષા અને સર્વજન સુખાય માટે કાંઈક આવા આશીર્વાદ આપ્યાં હતાં.

બારડોલી ખાતે પહેલા અઘોરી મહંત યોગી ચંચલનાથજી અને બાદ હવે ગિરનારી માતાજી ની હાજરી ખૂબ જ સૂચક માનવા માં આવી રહી છે. ગિરનારી માતાજી નો ચાર દિવસ નો પ્રવાસ નિર્ધારિત કરાયો છે. જ્યાં તેઓ વિવિધ ધર્મ ના આગેવાનો , અગ્રણીઓ ને મળવું તેમજ અનુસ્થાન સહિત ના કાર્યક્રમો નક્કી કરાયાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *