સુરતના લિંબાયત ખાતે મહા રક્તદાન શિબિર અને મેડિકલ ચેકઅપ
જય હિંદ ફુડ બેંક શાખા સુરત દ્વારા મ્પનુ આયોજન કરાયુ
સુરતના લિંબાયત ખાતે આવેલ સંજય નગરમાં જય હિંદ ફુડ બેંક શાખા સુરત દ્વારા મહા રક્તદાન શિબિર અને મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરાયુ હતું.
સુરતની બ્લડ બેંકોમાં બ્લડની અછત ઉભી થઈ હોય જેને લઈ સુરતના જય હિંદ ફુડ બેંક શાખા સુરત દ્વારા સુરતના લિંબાયત સંજય નગર ખાતે તાત્કાલિક મહા રક્તદાન શિબિર સાથે ફુલ બોડી મેડીકલ ચેકઅપ અને ઓર્ગન ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ હતું. રવિવારે યોજાયેલ આ રક્તદાન શિબિર અને મેડિકલ ચેકઅપ કેમ્પનુ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જે અંગે જય હિંદ ફુડ બેંક શાખા સુરતના આગેવાન દ્વારા મીડિયા સાથે વાત કરાઈ હતી.
