ગંભીરા બ્રિજની જેમ રાજકોટમાં પણ બ્રિજની સ્થિતિ જર્જરિત

Featured Video Play Icon
Spread the love

ગંભીરા બ્રિજની જેમ રાજકોટમાં પણ બ્રિજની સ્થિતિ જર્જરિત
આણંદપર નવાગામ તરફનો બ્રિજ જર્જરિત હાલતમાં
આ બ્રિજ 100 વર્ષ જૂનો છે અને લાંબા સમયથી તે ક્ષતિગ્રસ્ત

રંગીલા રાજકોટની હાલમાં જ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ગંભીરા બ્રિજની જેમ રાજકોટમાં પણ બ્રિજની સ્થિતિને લઈને ચિતાર સામે આવ્યો છે. જિલ્લામાં આનંદપર નવાગામ તરફનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું. આ બ્રિજ 100 વર્ષ જૂનો છે અને લાંબા સમયથી તે ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી.

વડોદરામાં પાદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ રાજ્યભરમાં બ્રિજની સ્થિતિને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. રાજકોટમાં આનંદપરનો બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. આનંદપરના બ્રિજમાં ખાડા અને ગાબડા પડતા સ્થાનિકો દ્વારા અનેક વખત આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. આ કારણ કે આ બ્રિજ વાહનચાલકો માટે વધુ મહત્વનો રહ્યો છે. અમદાવાદ હાઇવે તરફ જવા માટે આ બ્રિજ શોર્ટકટ હોવાના કારણે અનેક વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે, 100 વર્ષ જૂના નવા ગામ આણંદ પર બ્રિજમાં કેમ સમારકામની કામગીરી અથવા રીનોવેશન નથી કરાયું તેને લઈને સ્થાનિકો અને વિપક્ષ નેતા દ્વારા પણ રજૂઆત કરાઈ હતી. લાંબા સમયથી તે ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. આ બ્રિજ પરથી ટુ-વ્હીલરથી લઈને ટ્રક જેવા ભારે વાહનો પસાર થાય છે. કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

વડોદરા પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. તંત્ર પાદરા બ્રિજ અને મોરબી ઝુલતા પુલ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 9 જુલાઈના રોજ વહેલી સવારે વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 5 વાહનો નદીમાં ખાબકયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 14 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના બાદ પણ બિસ્માર આનંદપર બ્રિજમાં સમારકામને લઈને કોઈ કામગીરી કરવામાં આવી નથી. .કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *