સુરતના હજીરા કવાસ ગામમાં દીપડો
ખેતરની ઝાડીઓમાં સ્થાનિકોએ દિપડાને જોતા વિડીયો વાયરલ કર્યો
દીપડાને લઇ વન વિભાગ દોડતુ થયુ
સુરતના હજીરા કવાસ ગામમાં ખેતરની ઝાડીઓમાં સ્થાનિકોએ દિપડાને જોતા વિડીયો બનાવી વાયરલ કર્યો છે જેને લઈ વન વિભાગ દોડતુ થયુ છે.
સુરતમાં ફરી જંગલી જાનવર દિપડો હજીરા વિસ્તારમાં જોવા મળ્યો છે. હજીરાના કવાસગામ નજીક દીપડાની હાજરી આવેલા એનટીપીસી આવાસ ખાતે એક ખુંખાર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. સ્થાનિક રહિશોએ જ્યારે દિપડાને ખેતરની ઝાડીઓમાં જોતા જ લોકોએ વિડીયો ઉતારી લીધો હતો. તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગ દોડતુ થયુ છે.
