હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણના વિરોધમાં વકીલોની સ્ટ્રાઈક

Featured Video Play Icon
Spread the love

હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણના વિરોધમાં વકીલોની સ્ટ્રાઈક
આજે પણ ગુજરાત હાઈકોર્ટના વકીલો કામથી રહ્યા અળગા
એડવોકેટ એસોસિયેશનનો હડતાળ યથાવત રાખવાનો નિર્ણય
ચૈતર વસાવાની જામીન અરજી સહિત 5 હજાર કેસને અસર

સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે, જે પૈકી બે જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ.રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે. સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે આજે તારીખ 28 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેમજ વકીલ એક્તા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિત કમિટીના અન્ય સભ્ય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજિયમ સમક્ષ જસ્ટિસ ભટ્ટની બદલી પર રોક લગાવવા માટે રજૂઆત કરશે. CJI એ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની કમિટી સાથે મુલાકાત કરી હતી.

CJI એ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના 06 સભ્યોના પ્રતિનિધિ મંડળને શાંતિથી સાંભળ્યું હતું. CJI અને કોલેજીયમ મેમ્બર્સ પ્રતિનિધિ મંડળની રજૂઆતને વિગતે ધ્યાને લેશે અને પ્રત્યુતર આપશે. પ્રતિનિધિ મંડળ સુપ્રીમકોર્ટ જજ સૂર્યકાંતને પણ મળ્યું અને તેમને રજૂઆત અંગે માહિતગાર કર્યા હતા. તેમણે પણ આ મુદ્દો ધ્યાને લેવા ખાતરી આપી હતી. જો કે કોલેજિયમના મેમ્બર્સ મળ્યા નહીં. વકીલોની હડતાળને પગલે ચૈતર વસાવાની જામીન અરજી સહિત 5 હજાર કેસને અસર થઈ છે. સાથે જ ચીફ જજ ન્યાયિક કાર્યવાહી માટે ઉપલબ્ધ નહીં હોય. પરંતુ જો કોર્ટના બીજા સેશનમાં કામ ચાલે તો સુનાવણીની શક્યતા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *