થર્ટી ફર્સ્ટ પૂર્વે સુરત ગ્રામ્ય LCB નો મોટો સપાટો

Featured Video Play Icon
Spread the love

થર્ટી ફર્સ્ટ પૂર્વે સુરત ગ્રામ્ય LCB નો મોટો સપાટો
6 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરી
માંડવીના બોધન ગામેથી 36.72 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સુરત જિલ્લાના માંડવીના બોધન ગામેથી સુરત ગ્રામ્ય LCB એ સપાટો બોલાવતા 6 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરી 36.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ત્રણ લક્ઝરી કારમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ પોલીસનો દરોડો પાડતા 4 શખ્સો ઝડપાયા અને 5 વોન્ટેડ જાહેર કરાયા

નાતાલ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર દારૂની હેરફેર રોકવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે માંડવી તાલુકાના બોધન ગામેથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. સુરત ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળને ચોક્કસ બાતમી મળી હતી કે, બોધન ગામની સીમમાં ભવ્ય ફાર્મની પાછળ આવેલી ખેતરાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ જથ્થો ઇનોવા અને ટાટા ટીગોર જેવી લક્ઝરી કારમાં ભરીને અન્ય સ્થળે સગેવગે કરવાની પેરવી ચાલી રહી છે. આ બાતમીના આધારે PSI એચ.સી. મસાણી અને તેમની ટીમે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી બે ઇનોવા કાર અને એક ટાટા ટીગોર કારમાં દારૂ ભરી રહેલા 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને પાંચ બુટલેગર ને વોન્ટેડ જાહેર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *