ચંદીગઢ બાંન્દ્રા એક્સપ્રેસ ટ્રેનમાં લેડીઝ પર્સની ચોરી
લેડીઝ પર્સની ચોરી કરનાર રીઢા ચોરને રેલ્વે એલસીબીની ટીમે ઝડપ્યો
રીઢા ચોર સુનીલ રામચંન્દ્ર દહિયાને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી
ચંદીગઢ બાંન્દ્રા એક્સપ્રેસ ટ્રેનમાં લેડીઝ પર્સની ચોરી કરનાર રીઢા ચોરને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો.
ટ્રેનોમાં મુસાફરોના મોબાઈલ અને પર્સ સહિત કિંમતી વસ્તુઓની ચોરીઓ અટકાવવા રેલ્વે પોલીસ મેદાને છે. ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર ગત 21 નવેમ્બરના રોજ ચંદીગઢ બાનદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં લેડીઝ પર્સની ચોરી કરનાર રીઢા ચોરોને સીસીટીવી સહિતની મતતથી રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા હતાં. રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રકાશ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલ અને નિલેશએ બાતમીના આધારે રીઢા ચોર સુનીલ રામચંન્દ્ર દહિયાને પકડી પાડી તેની પાસેથી લેડીઝ પર્સ કે જેમાં રોકડા રૂપિયા, દાગીનાસ હિત 4 લાખ 4 હજારથી વધુની મત્તા હતી તે કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
