મહારાષ્ટ્રના ભીવંડીથી સગીરાનુ અપહરણ કરી સુરતમાં
સગીરાને સુરત લાવી રહેતા યુવાનને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
ગુડ્સ રેલ્વે ટ્રેક પાસેથી જીતુ નિરંજન શાહુને ઝડપી પાડ્યો
મહારાષ્ટ્રના ભીવંડીથી સગીરાનુ અપહરણ કરી સુરત લાવી રહેતા યુવાનને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમને મળેલીબાતમીના આધારે લસકાણા ગુડ્સ રેલ્વે ટ્રેક પાસેથી જીતુ નિરંજન શાહુને ઝડપી પાડ્યો હતો અને પુછપરછ કરતા તેણી સાથે રહેતી સગીરાને તે એક વર્ષ પહેલા મુંબઈના ભિવંડી ખાતેથી ભગાવી લાવ્યો હોવાનુ અને તેની સાથે રહેતો હોવાની કબુલાત કરી હતી. તો સગીરાના અપહરણની ભીવંડીના શાંતી નગર પોલીસ મથકમાં ફરિયાદ પણનોંધાઈ હોય હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો ભીવંડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
