અરવલ્લી જિલ્લાથી પ્રવાસમાં ગયેલો એક પરિવાર નેપાળમાં ફસાયો
નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત
જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા
અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છે પરિવાર
પોખરામાં આર્મી કરફ્યુ ચીનો હોટલમાં પરિવાર સુરક્ષિત
આજુબાજુની ૧૦૦ મીટરમાં છ હોટલ પ્રદર્શનકારીઓ ફૂંકી મારી
અરવલ્લી જિલ્લાથી પ્રવાસમાં ગયેલો એક પરિવાર નેપાળમાં ફસાયેલા છે. બિહારના એક કાર ડ્રાઈવર સહિત કુલ પાંચ વ્યક્તિઓ હાલ હોટલમાં ફસાયેલા છે. પરિવાર પ્રવાસ માટે નેપાળ ગયો હતો, પરંતુ પોખરામાં અચાનક બગડેલી સ્થિતિને કારણે તેઓ હોટલમાં અટવાયા છે.
અરવલ્લીનો એક પરિવાર નેપાળના પોખરામાં ચાલી રહેલી અશાંતિના કારણે ત્યાં જ ફસાઈ ગયો છે.આ પરિવાર હાલમાં પોખરાની એક હોટલમાં (Hotel) સુરક્ષિત છે,પરંતુ આજુબાજુના વિસ્તારમાં પ્રદર્શનકારીઓ દ્વારા ઉશ્કેરાયેલી હિંસા અને આર્મી કરફ્યુને કારણે પરિવાર ચિંતામાં મુકાયો છે. ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પરિવારમાં અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય અને બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી, તેમના પતિ રામજીભાઈ ખરાડી, અંકિતભાઈ ખરાડી અને પ્રિયંકાબેન બોદરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બિહારના એક કાર ડ્રાઈવર સહિત કુલ પાંચ વ્યક્તિઓ હાલ હોટલમાં ફસાયેલા છે. પરિવાર પ્રવાસ માટે નેપાળ ગયો હતો, પરંતુ પોખરામાં અચાનક બગડેલી સ્થિતિને કારણે તેઓ હોટલમાં અટવાયા છે. પોખરામાં ચાલી રહેલા પ્રદર્શનો દરમિયાન હિંસક ઘટનાઓ બની હતી જેમાં પ્રદર્શનકારીઓએ આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં આવેલી છે.હોટલોને આગ ચાંપી દીધી છે,આ ઘટનાઓથી પરિસ્થિતિ નાજુક બની ગઈ છે, અને સ્થાનિક વહીવટ દ્વારા આર્મી કરફ્યુ લાદવામાં આવ્યો છે. આ કારણે પરિવાર હોટલમાંથી બહાર નીકળી શકે તેમ નથી, પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે.
