જય દ્વારિકાધીશ! ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ વીરપુરમાં ધૂમધામથી ઉજવણી
ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રના ફ્લોટ્સ તૈયાર કરાયા.
જય દ્વારિકાધીશના નાંદ થી સમગ્ર વીરપુર કૃષ્ણમય બન્યું
યાત્રાધામ વીરપુર બન્યું શ્રી કૃષ્ણમય ઠેરઠેર ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રના ફ્લોટ્સ તૈયાર કરાયા.
સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોકુલઅષ્ટમીનું અનેરું મહત્વ હોય છે. સૌરાષ્ટ્રના દ્વારકા, તુલસીશ્યામ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં ભગવાન દ્રારકાધીશનો જન્મોત્સવ ઉજવાય છે. ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વિરપુરના અલગ અલગ ચોક તમેજ સોસાયટીમાં ભગવાન દ્વારકાધીશના ફલોટ્સ તૈયાર કરાયા છે જેમાં મીનળવાવ ચોક ખાતે કૃષ્ણ ભગવાનના જીવન ની જાખી ફ્લોટસ કરાયો છે, નાના નાના ભૂલકાઓને પણ ભગવાન શ્રી કૃષ્ણના વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા છે,વીરપુરના અનેક વિસ્તારોમાં આજે રાત્રે શોભાયાત્રા,રાસગરબા મટકીફોડ તેમજ મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે વીરપુરના યુવાનો દ્વારા જય દ્વારિકાધીશ જય જય દ્વારિકાધીશના નાંદ થી સમગ્ર વીરપુર જાણે કૃષ્ણમય બની ગયું છે.
