અડાજણ હનીપાર્કમાં જલારામ બાપાની 226 મી જન્મજયંતિની ઉજવણી
વીરબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો તેના નામ સાથે સમર્પિત પૂજ્ય શ્રી વીરપુરના સંત શ્રી જલારામ બાપાની આજે 226 જન્મ જયંતી નિમિત્તે સુરત સહિત દેશ અને દુનિયાભરમાં જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે અડાજણ હનીપાર્ક જોગાણી નગર સ્થિત એસએમસી પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડમાં શ્રી વીરબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વીરપુરના સંત શ્રી જલારામ બાપા ની જન્મ જયંતી નિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વીરપુરના સંત શ્રી પુજ્ય જલારામ બાપાની 226મી જન્મ જ્યંતની ભવ્ય ઉજવણી સુરત શહેર દેશ અને દુનિયાભરમાં જ્યાં જ્યાં જલારામ બાપાના ભક્તો રહે છે ત્યાં કરાઈ રહી છે. ત્યારે આજે અડાજણ જોગણી નગર ખાતે આવેલ એસએમસી પાર્ટી પ્લોટ ખાતે શ્રી વીરબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વીરપુરના સંત શ્રી જલારામ બાપાની જન્મ જ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાપ્રસાદમાં બાજરાના રોટલા, ખિચડી તેમજ બુંદી ગાઠ્યા નો પ્રસાદ ભક્તોને અપાયુ હતું.
