સુરતમાં ફરી બીઆરટીએસ રૂટ પર બેજવાબદાર કાર ચાલકે
કાર ચાલકે કાર હંકારી બસ ચાલકની હેરાનગતિ કરી
મુસાફરોમાં પણ કાર ચાલક સામે રોષ જોવા મળ્યો
સુરતમાં ફરી બીઆરટીએસ રૂટ પર એક બેજવાબદાર કાર ચાલકે કાર હંકારી બસ ચાલકની હેરાનગતિ કરી હોવાના વિડીયો સામે આવતા મુસાફરોમાં પણ કાર ચાલક સામે રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં બીઆરટીએસ રૂટમાં ઘૂસી કાર ચાલકે ત્રણ કિલો મીટર સુધી સાઇડ ન આપી બસ ચાલકને હેરાન કર્યો હતો. બીઆરટીએસ રૂટમાં બસ ચાલકે હોર્ન માર્યા તો બેદરકાર કાર ચાલકે કાર ધીમી કરી દીધી હતી. સુરતના ઉધના ત્રણ રસ્તાથી દક્ષેશ્વર મંદિર સુધી બીઆરટીએસ રૂટ પર બેજવાબદાર કાર ચાલકે કરેલી બેદરકારીનો વિડીયો બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવીમાં કેમેરામાં કેદ થયા હતા. જેને લઈ બસ ચાલક સાથે બસમાં બેસેલા મુસાફરોમાં પણ ભારે રોષ કાર ચાલક સામે જોવા મળ્યો હતો. હાલ તો આ કારના નંબર જીજે ફાઈવ જે.એસ. 7680ના ચાલક સામે પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
