સુરતમાં લોહપુરૂષ સરદાર પટેલની જન્મજ્યંતિની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લોહપુરૂષ સરદાર પટેલની જન્મજ્યંતિની ઉજવણી
લિંબાયત વિધાનસભામાં પણ યુનિટી માર્ચ યોજાઈ

લોહપુરૂષ સરદાર પટેલની જન્મજ્યંતિની ઉજવણીને લઈ યોજાનાર યુનિટી માર્ચનુ દરેક વિધાનસભામાં આયોજન કરાનાર છે જેને લઈ લિંબાયત વિધાનસભામાં પણ યુનિટી માર્ચ યોજાઈ હતી.

દેશની અખંડતાના પર્યાય એવા લોહપુરૂષ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિની ઉજવણીને લઈ સુરતમાં યુનિટી માર્ચનુ દરેક વિધાનસભામાં અલગ અલગ દિવસોને અને અલગ અલગ સમયે આયોજન કરાનાર છે. જેને લઈ આજે 16મી નવેમ્બરના રોજ લિંબાયત વિધાનસભા માં નીલગીરી સર્કલથી સંજય નગર સર્કલ સુધી એક વિશાળ યુનિટી માર્ચનુ આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. તો આ યુનિટી માર્ચ યોજવાનુ કારણ એટલુ જ છે કે સરદાર પટેલના જીવન મુલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને લોકો જાણી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *