બે હજાર કરોડથી વધુના આંતર રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ફ્રોડ

Featured Video Play Icon
Spread the love

બે હજાર કરોડથી વધુના આંતર રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ફ્રોડ
કમ્બોડિયા અને નેપાલથી ઓપરેટ થતી ટોળકીના મુખ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ વધુ માહિતી આપી

બે હજાર કરોડથી વધુના આંતર રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ફ્રોડના રેકેટનો ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી કમ્બોડિયા અને નેપાલથી ઓપરેટ થતી ટોળકીના મુખ્યા સહિતનાઓને સુરતથી ઝડપી પાડ્યા હતાં.

દેશમાં બેંક એકાઉન્ટ ભાડે આપી તે એકાઉન્ટનો ઉપયોગ ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડના ગુનાઓમાં કરાતુ હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા હોય જેને લઈ સુત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ ઓપરેટ કરી સ્પેશીયલ ડ્રાઈવ યોજી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચને મબાતમી મળી હતી કે કમ્બોડિયા દેશથી ઓપરેટ થતી ઈન્ટરનેશનલ સાયબર ક્રઈમ આચરતી ગેંગના મુખ્યા મુકેશ તારાચંદ સ્વામી અને બાબુલાલ ઉર્ફે પ્રિત જગુરામ કાલેર હાલ સુરતમાં સાવરીયા ક્રિએશનના નામથી ગ્લોબલ ટેક્ષ્ટાઈલ  માર્કેટમાં કાપડ વેચાણ કરે છે તેવી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વેસુ વિસ્તારમાં પનાસગામ કેનાલ રોડ પરથી આરોપીઓ મુકેશકુમાર તારાચંદ સ્વામી, બાબુલાલ ઉર્ફે પ્રિત જગુરામ કાલેર, આશીષ દલજીત શર્મા અને મીતેશ વિશ્વાસ પાટીલને ઝડપી પાડ્યા હતાં તો આરોપીઓ પાસેથી પોલીસે મોંઘાદાટ ચાર મોબાઈલ ફઓન, પાસપોર્ઠ, આધારકાડ, પાનકાર્ડ સહિતની મત્તા કબ્જે કરી હતી. જે અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *