માંડવીમાં સરકાર માન્ય જન સુવિધા કેન્દ્ર ની નવી ઓફિસનું ઉદ્ઘાટન
નવરાત્રીના પહેલા નોરતાના શુભ દિને કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું
જન સુવિધા કેન્દ્ર એ લોકો માટે જન કલ્યાણકારી યોજના
માંડવી તાલુકાના અરેઠ ખાતે નવરાત્રીના પહેલા નોરતા ના શુભ દિને અંકિતભાઈ સોલંકી દ્વારા અરેઠ બસ સ્ટેશન નજીક સરકાર માન્ય જન સુવિધા કેન્દ્ર ની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેથી ગ્રાહકોને આસાનીથી અને સરળતાથી જન સુવિધા કેન્દ્રનો લાભ મળી રહે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જન સુવિધા કેન્દ્ર એ લોકોને આસાનીથી બધી સુવિધા નો લાભ મળી રહે સાથે સાથે બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર થકી કેશ રોકડા જમા તથા કેશ રોકડ ઉપાડ. લોનની પણ સુવિધા મળી રહે.વીમા યોજના નું નવું એકાઉન્ટ ખોલવું મની ટ્રાન્સફર જેવી ઘણી બધી યોજના લોકો સુધી પહોંચે અને લોકોને સરળતાથી તેનો લાભ મળે. જન સુવિધા કેન્દ્ર એ લોકો માટે જન કલ્યાણકારી યોજના છે તેની અંદર તમે નવા આધારકાર્ડ બનાવવા હોય તથા આધારકાર્ડ ની અંદર સુધારા વધારા કરવા ,આધારકાર્ડ અપડેટ કરવું, કેવાયસી કરવું તથા આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરવું જેવી સુવિધા પ્રાપ્ત કરી શકો. સાથે નવો પાનકાર્ડ પણ બનાવી આપવામાં આવશે તથા તેની સાથે રિટર્ન ફાઈલ પાસપોર્ટ તથા આર.ટી.ઓને લગતા વાહનોનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને વીમા પોલિસી પણ કાઢી આપવામાં આવશે અને મુસાફરો માટે ટિકિટ બુકિંગની પણ સુવિધા મળી રહેશે સાથે સાથે સ્માર્ટ કાર પણ બનાવી આપવામાં આવશે તેની સાથે સાથે નવો ચૂંટણી કાર્ડ પણ અહીં કાઢી આપવામાં આવશે.વધુમાં પી એફ ની (p.f)પણ સુવિધા અહીંયા મળી રહેશે.બીજી અનેક સુવિધા અહીં ઉપલબ્ધ છે જેવી કે પાસબુક ની પ્રિન્ટ કાઢવી હોય કે મીની સ્ટેટમેન્ટ કઢાવવું હોય ફિક્સ ડિપોઝિટ કરવું હોય આ બધી સુવિધાઓ અહીંયા મળી રહેશે. સાથે (A.T.M.)એ.ટી.એમની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે.જેથી લોકોને બેંક સુધી ધક્કા ખાવા ના પડે. (pmsby)પી.એમ.એસ.બી.વાય. એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના નો લાભ પણ અહીં મળી રહેશે.(Pmjjby) પી.એમ.જે.જે.બી.વાય. એટલે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી અન્ય સુવિધાઓનો પણ અહીં લાભ મળી રહેશે…
