ઉત્રાણમાં રિક્ષા ચાલક સાથે લૂંટ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય, સગીર સહિત ત્રણ આરોપી ઝડપાયા
21 હજારની ચોરી બાદ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય,
અમાનવીય કૃત્ય કરનાર ત્રિપુટી જેલ હવાલે
સુરતના ઉત્રાણ વિસ્તારમાં લુંટ વિથ સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની બનેલી ઘટના સંડોવાયેલા સગીર સહિત ત્રણને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરતના ઉત્રાણ પોલીસ મથક વિસ્તારમાં લૂંટ વિથ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ઘટના બની હતી જેમાં રિક્ષા ચાલકને ગ્રાહકનાં સ્વાંગમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને લૂંટી લેનાર સગીર સહિત ત્રિપુટી સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય કર્યુ હતું. બે સગાભાઈ વિજય અને અર્જુન દેવીપુજક સાથે એક કિશોરએ મળી રીક્ષા ચાલકના 21 હજાર લુંટી લીધા બાદ સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય પણ આચર્યુ હતું. અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો. બનાવને લઈ ઉત્રાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને સીસીટીવી સહિતની મદદથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં. તો ઝડપાયેલા બે ભાઈઓ વિરૂદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાનુ સામે આવ્યુ છે.
