સુરતમાં ટેકસ્ટાઇલ માર્કેટમાં 19.16 લાખની છેતરપિંડી કરનારો ઝડપાયો
આરોપી દેવતાપ્રસાદ શુક્લા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હતા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી દેવતાપ્રસાદ શુક્લાની ધરપકડ કરી
સલાબતપુરા પોલીસ મથકમાં ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ગ્રે કાપડ નો માલ લઈ છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની વાહન સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથક માં ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ગ્રે કાપડના આશરે 19 લાખ 16 હજારથી વધુની કિંમતના ઠગાઈના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ઠગ એવા મુળ ઉત્ર પ્રદેશ બારાબંકીનો અને હાલ પાંડેસરા બમરોલી રોડ પર રહેતા હરીશકુમાર દેવતાપ્રસાદ શુક્લાને ઉધના કર્મયોગી સોસાયટીના ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
