સુરત : લોન અપાવવાના નામે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
આરોપી વરાછા માતાવાડી કમલપાર્ક સોસાયટી પાસેથી ઝડપાયો
તેનો કબ્જો લસકાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી
લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ લઈ ગ્રાહકોના નામ પર ડીજીટલ લોન કરાવી ચીટીંગ કરવાના લસકાણા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત શહેર અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ છેતરપીડી, મિલ્કત સબંધીત ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો ઉપરી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લસકાણા પોલીસ મથકમાં લોન અપાવવાના બહાને ગ્રાહકોના ડોક્યુમેન્ટ ગ્રાહકોના નામ પર ડીજીટલ લોન કરાવી ચીટીંગ કરવાના ગુનામાં નાસતા ફતા મુળ ભાવનગરના મહુવાનો અને હાલ વરાછા માતાવાડી ખાતે મોતીનગર સોસાયટીમાં રહેતા રોહીત ભરત ભીલને વરાછા માતાવાડી કમલપાર્ક સોસાયટી પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો લસકાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
