સુરતમાં ભેસ્તાન પોલીસે સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા
જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી કરી કર્યું કાર્ય
ઉતરાયણ પર્વમાં ઘાતક ચાઈનીઝ દોરીનું જોખમ
સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાઈક ચાલકોને ભેસ્તાન પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતાં.
ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઈક ચાલકોની સેફટી ને ધ્યાનમાં રાખી બાઈક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. સુરતની ભેસ્તાન પોલીસે જિંદગી જીવ દયા અભિયાન ટ્રસ્ટ અને ભેસ્તાન પોલીસની ટીમે ભેસ્તાન ચાર રસ્તા વિસ્તારમાં જે રાહદારીઓ વાહન લઈ પસાર થઈ રહ્યા હતા તેમને બાઈક પર સેફ્ટી ગાર્ડ લગાવી અને ઉતરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ઉતરાયણ પર્વમાં ઘાતક ચાઈનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું.
