પુણામાં મિત્રએ જ રૂપિયાને લઈ મિત્રની હત્યા કરી
લાલુ યાદવ નામના યુવકની તેના મિત્ર વિકી મનોજકુમાર સાથે ઝઘડો
પોલીસે હત્યારા મિત્ર મનોજકુમાર યાદવને ઝડપી પાડ્યો
સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે પુણા વિસ્તારમાં મિત્રએ જ રૂપિયાને લઈ મિત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી હતી. તો પોલીસે હત્યારા મિત્રને ઝડપી પાડ્યો હતો.
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી મર્ડર ની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. લાલુ યાદવ નામના યુવકની તેના મિત્ર વિકી મનોજકુમાર યાદવ સાથે રૂપિયાને લઈ ઝઘડો થયો હતો. જે ઝઘડામાં લાલુ ના માથાના ભાગે મિત્ર વિકી મનોજકુમાર યાદવએ ટાઇલ્સ મારી લાલુને ગંભીર ઈજા કરી હતી અને ત્યારબાદ મિત્ર વિકી મનોજકુમાર યાદવ જ ઈજાગ્રસ્ત મિત્ર લાલુને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ થયું હતું હાલ તો બનાવને લઈ પુણા પોલીસે હત્યાનો ગુનો લાલુ યાદવની હત્યા કરનાર હત્યારા મિત્ર એવા વિકી મનોજકુમાર યાદવ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
